જન્મ અને મરણ નોંધણી અંગે મહત્વપૂર્ણ માહિતી
જન્મ–મરણ નોંધણીનું મહત્વ
- જન્મની નોંધણી બાળકનો કાયદેસર હક્ક છે અને તેની ઓળખ સ્થાપિત કરવાની પ્રથમ કડી છે.જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ દરેક જન્મ અને મરણની નોંધણી કરાવવી ફરજિયાત છે.
- ઘરમાં જન્મ કે મરણ થાય તો તેની જાણ કરવાની જવાબદારી કુટુંબના વડાની છે.
- હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર વગેરેમાં બનાવ બને તો તેની જાણ કરવાની જવાબદારી સંબંધિત સંસ્થાના ઇનચાર્જ અધિકારીની છે.
- જન્મ અથવા મરણ જ્યાં બન્યું હોય, તે વિસ્તારમાં તેની નોંધણી કરવામાં આવે છે.
જન્મની નોંધણી માટેની માર્ગદર્શિકા
- બાળકના જન્મની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવી ફરજિયાત છે.
- ૨૨ થી ૩૧ દિવસ સુધી નોંધણી માટે ₹૫ લેટ ફી લેવામાં આવે છે.
- ૧ મહિના થી ૧૨ મહિના સુધીની નોંધણી જિલ્લા પંચાયત રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે.
- ૧ વર્ષથી વધુ સમય બાદ નોંધણી માટે નામદાર કોર્ટનો હુકમ ફરજિયાત છે.
- બાળકનું નામ ૧૫ વર્ષ સુધી દાખલ કરાવી શકાય છે.
- એક વખત નામ નોંધાયા પછી તેમાં ફેરફાર માન્ય રહેશે નહીં.
મરણની નોંધણી માટેની માર્ગદર્શિકા
- મૃત્યુ પામેલ વ્યક્તિની નોંધ ૨૧ દિવસની અંદર કરાવવી ફરજિયાત છે.
- ૨૨ થી ૩૧ દિવસ સુધી નોંધણી માટે ₹૫ લેટ ફી લેવામાં આવે છે.
- ૧ મહિના થી ૧૨ મહિના સુધીની નોંધણી જિલ્લા પંચાયત રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવે છે.
- ૧ વર્ષથી વધુ સમય બાદ નોંધણી માટે નામદાર કોર્ટનો હુકમ ફરજિયાત છે.
જાહેર અપીલ
- નગરપાલિકા તમામ નાગરિકોને વિનંતી કરે છે કે, જન્મ અને મરણની નોંધણી સમયસર કરાવી કાયદાનું પાલન કરી સહકાર આપશો.
જન્મ-મરણ શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
શ્રી સુખાજી સાંકાજી ઠાકોર - 9722361836