વ્યવસાય વેરા અંગે મહત્વપૂર્ણ માહિતી



કાયદાકીય જોગવાઈ
  • ગુજરાત રાજ્ય વ્યવસાય વેરા અધિનિયમ – ૧૯૭૬ તથા સુધારા અધિનિયમ – ૨૦૦૮ મુજબ, કલમ – ૧૭ અન્વયે જે કોઈ વ્યક્તિ/પેઢી દ્વારા વ્યવસાય વેરો ભરવામાં ચૂક થાય તો તે રકમ જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવામાં આવશે.


વ્યવસાય વેરો ભરવાની મુદત
  • દર વર્ષે વ્યવસાય વેરો ભરવાની મુદત ૧ એપ્રિલ થી ૩૦ સપ્ટેમ્બર હોય છે. મુદત બાદ વ્યવસાયવેરો ભરવામાં આવે તો ૧૮% વ્યાજ તેમજ નિયમ મુજબ દંડ (પેનલ્ટી) લાગુ પડશે.
  • નોંધ: સમયસર મુદત પૂરી થાય તે પહેલા વેરો ભરવાથી વ્યાજ તથા દંડમાંથી મુક્તિ મળે છે.


કર્મચારીઓના વ્યવસાય વેરા અંગે
  • દરેક વેપારીએ પોતાના ધંધાના સ્થળે કામ કરતા કર્મચારીઓના પગારમાંથી વ્યવસાય વેરાની કપાત કરી નગરપાલિકામાં જમા કરાવવી ફરજિયાત છે.
  • નોંધ: કર્મચારીઓનો વેરો ન ભરવો ગુનાપાત્ર અપરાધ બને છે.


પેઢી / દુકાન બંધ થવા અંગે
  • જે પેઢી / દુકાન બંધ થાય ત્યારે તેનું બાકી લેણું તાત્કાલિક ભરપાઈ કરવી ફરજિયાત છે તેમજ વ્યવસાય બંધ કર્યા અંગેનું સોગંધનામું રજુ કરવું અને નગરપાલિકામાંથી પેઢી/દુકાન બંધ થયાનું પ્રમાણપત્ર મેળવવું. અન્યથા નિયમ મુજબ વ્યાજ તથા દંડ સાથે વેરો ભરવા પાત્ર બનશે.


અપીલ
  • તમામ વેપારીઓને વિનંતી છે કે સમયસર વ્યવસાય વેરો ભરી નગરપાલિકાને સહકાર આપશો.

વ્યવસાયવેરા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.

શ્રી -



“આવો, વ્યવસાય વેરો સમયસર ભરી વડનગરના વિકાસને વેગ આપીએ.”
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 41
All rights reserved @ Vadnagar Nagarpalika

સંપર્ક:- વડનગર નગરપાલિકા, વડનગર
(O). 02761222052 E-Mail : Vadnagarnp@gmail.com